ભારતીય શેરમાર્કેટમાં ગુરૂવારના શરૂઆતી સત્રમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી હતી. યુએસ બજારના જોરે બેંચમાર્ક ઈન્ડાયસિસ 1%થી વધુના ઉછાળા સાથે ખુલ્યાં હતા. જોકે શરૂઆતી કલાકમાં જ સમગ્ર તેજી ધોવાઈ હતી.
સેન્સેકસે ગઈકાલના બંધ 55,468ની સામે આજે 55,921ના લેવલે ખુલીને 55,996 સુધી ઉંચકાયો હતો. 10.30 કલાકે 30 શેરોનો આ બેંચમાર્ક ઈન્ડેકસ 45 અંક જ ઉપર 55,515ના સ્તરે કામકાજ કરી રહ્યો છે. નિફટી 50 ઈન્ડેકસ પણ 16 અંક વધીને 16,622ના લેવલે કામકાજ કરી રહ્યું છે જે સવારે 16,723 પર ખુલીને 16,768 સુધી ઉંચકાયું હતુ.
આજે બજારમાં દબાણ બેંકો તરફથી સર્જાઈ રહ્યું છે. બેંક નિફટી ઈન્ડેકસ 220 અંક, 0.65%ના ઘટાડે 35,155 પર ટ્રેડ કરી રહ્યો છે. આજના ટોપ 5 વેઈટ લુઝર્સમાં 3 ટોચની ખાનગી બેંકો શામેલ છે. ટોપ 5 ગેનર્સમાં 4 શેર આઈટી સેગમેન્ટના છે.
જોકે સામે પક્ષે આજે બ્રોડર માર્કેટમાં તેજીનો માહોલ છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 0.95% અને મિડકેપ ઈન્ડેકસ 0.44%ના ઉછાળે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે આજના શરૂઆતી સેશનમાં 2350 શેર વધીને કામકાજ કરી રહ્યાં છે જ્યારે સામે પક્ષે 727 શેરમાં ઘટાડો છે. 321 શેરમાં અપર સર્કિટ તો 117 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. 64 શેર 52 સપ્તાહની ટોચે તો 17 શેર 52 સપ્તાહના તળિયે પહોંચ્યા છે.
Leave a Reply