– જી.કે જન.અદાણી હોસ્પિ.ના સ્કિન વિભાગમાં ચામડીના અસામાન્ય રોગની સારવાર ઉપલબ્ધ
– આનુવાંશિક ડેરિયર્સ તેમજ બીજા અસાધ્ય રોગ અંગે અપાઈ સમજ
– વિશ્વ રેર (અસામાન્ય) રોગ ડે ઉજવાયો
મેડિકલ સાયન્સમાં જેમ સામાન્ય રોગ જોવા મળે છે. તેમ લાખોમાં એકાદને થાય તેવા અસામાન્ય(રેર) રોગ પણ તબીબી વિજ્ઞાનમાં દરેક ક્ષેત્રે જોવા મળે છે. ચામડીના રોગ પણ આમાથી બાકાત નથી. અદાણી સંચાલિત જી.કે. જન. હોસ્પિટલમાં ૨૮મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ અસામાન્ય રોગ (વર્લ્ડ રેર-ડીઝીસ ડે)ની ઉજવણી કરવામાં આવી હતી. અને કચ્છમાં છૂટપુટ જોવા મળતા ચામડીના અસામાન્ય ગણાતા આનુવાંશિક ડેરિયર્સ(આખા શરીરમા ચામડી રુક્ષ થઇ જવી) રોગ અંગે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દિવસે જીલ્લામાં જોવા મળતા કેસની સારવાર લેવા આવતા દર્દીને રોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવા ખાસ નિયંત્રણ આપી વિવિધ માધ્યમથી સમાજ આપવામાં આવી હતી. સ્કિન વિભાગના આસી.પ્રો. ડો.આદિત્ય નાગેંદ્ર સહિત સીની. રેસી. ડો. જુઇ શાહ, ડો. કિંજલ પટેલ, અને ડો. કૃણાલ દૂધાત્રાએ દર્દીઓને આ રોગના લક્ષણ, સારવાર અને લેવાની થતી કામગીરીની માહિતી આપી હતી.
ડેરિયર્સ ચામડીના રોગ અંગે માર્ગદર્શન આપતા તબીબોએ કહ્યું કે, હવે ઉનાળાના ધૂમ તાપના દિવસો બારણે ટકોરા દઈ રહ્યા છે ત્યારે ચામડીના અસાધારણ સહિત અનેક રોગથી સાવધ રહેવું પડશે. તેમાય ડેરિયર્સ આનુવાંશિક રોગ હોવાથી ચામડી સૂકી થઈ જવી, તડકો હોય ત્યારે ચામડીમાં ચેપ લાગવો, ગળું,માથું, છાતી તથા બેઠકના ભાગમાં ચામડી સૂકી ભઠ્ઠ થઈ ઉતરવા લાગે છે. તેમજ મોઢું, આંતરડું અને ગુપ્ત ભાગ લાલાશ ધારણ કરે છે. સંભાળ અંગે કહ્યું કે, તડકામાં બહુ બહાર ન નીકળવું, આછા કોટનના કપડાં પહેરવા અને ચામડી ઉપર મોશ્ચ્યુરાઇઝડ લગાડવું હિતાવહ છે.
ચામડી રોગના સીની.રેસિ. ડો. જુઇ શાહે કહ્યું કે, ચામડીની બીજી અસામાન્ય બીમારીઑ જેમ કે, ખેંચ સાથે ચામડીના દર્દો ન્યૂરો ફાઇબ્રોમેટોસિસ એન્ડ ટ્યૂબરસ્કેલેરોસિસ સ્કેલેરોસિસ અને એપીડેમો લાઈસિસ બુલ્લોસા બાળપણથી સૂકી ચામડીની બીમારીઓ જેવા અસાધારણ રોગ અંગેની સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું.
Leave a Reply