કચ્છમાં શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું, ભુજમાં યોજાયેલી શોભાયાત્રામાં શહેરીજનો જોડાયા

– બે વર્ષ બાદ ફરી શિવરાત્રી ઉત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે

– જિલ્લાના દસે તાલુકાના નાના મોટા શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

પૂર્વ કચ્છના શિકરા પાસેના કાગેશ્વરથી પશ્ચિમ કચ્છના લખપતના કોટેશ્વર સુધીના સેંકડો શિવાલયો આજે મહા શિવરાત્રી પ્રસંગે ભાવિક ભક્તોની ભીડથી ગુંજી ઉઠ્યા છે. શિવમંદિરમાં વહેલી સવારથી રંગબેરંગી સુગંધિત પુષ્પોની હારમાળાનો શિવલિંગ પર શણગાર કરી આસ્થાળુઓ દ્વારા રુદ્રાભિષેક સહિતની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભુજમાં બે વર્ષ બાદ ફરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 20 સ્લોટ સાથેની નીકળેલી મહા રવાડી શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં વેશભૂષાધારી બાળ શંકર સંગે ધાર્મિક સંગીતના તાલે ભાવિકો નાચતા ગાતા જોવા મળ્યા હતા. સમસ્ત સનાતન હિન્દૂ સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરના મહાકાલેશ્વર મંદિરથી નીકળી મોટા બંધ જ્યુબિલી સર્કર્લ ફરીને પરત મંદિરે પહોંચી હતી.

અબડાસા તાલુકાના પિંગ્લેશ્વર મહાદેવ મંદિર લાઈટ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.નખત્રાણા તાલુકાના પુરેશ્વર મહાદેવ મંદિરે મેળો, પિયોણી મહાદેવ, ફોટ મહાદેવ મંદિરે સંતવાણી, પંચેશ્વર મહાદેવ મંદિરે સંગીતમય મહાઆરતી, તેમજ દરેક ગામડે આવેલ નાના મોટા શિવાલયોમાં લાઈટ ડેકોરેશનના કારણે શિવાલયો ઝળહળી ઉઠ્યા હોવાનું વિશાલ જોશીએ જણાવ્યું હતું. નાના અંગિયા ગામે છેલ્લા સતર વર્ષોથી, પારેશ્વર મહાદેવના મંદિરે, હજારી ફૂલના સંખ્યાબંધ ફૂલોથી થતું સુશોભન, ભગવાન શંકર અને માતા પાર્વતીની જોડીમાં નીકળતી રવાડીના દર્શનનો લ્હાવો મેળવવા સમસ્ત ગ્રામજનોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. દરેક શિવાલયોમાં રાત્રે ચાર પ્રહરની પૂજા તેમજ નામી અનામી કલાકારો સંતવાણી રજૂ કરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: