– ત્રીજી લહેર નિયંત્રણમાં સક્રિય દરદીની સંખ્યા ઘટી
– કોવિડ સમર્પિત હોસ્પિટલ, કોવિડ કેન્દ્ર, હોસ્પિટલમાં આઈ.સી.યુ. વિભાગ, વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના બેડ મોટી સંખ્યામાં ખાલી
સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના અંકુશમાં આવી ગયો છે. કચ્છમાં પણ કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી છે. આાથી હવે શહેર કોરોનાથી મુક્ત થવાના દિશા તરફ છે. ચાર દિવસ પૂર્વે સરકારી રેકર્ડ ઉપર એક પણ કેસ ન નોંધાતા કચ્છ કોરોના મુક્ત બની ગયો હતો જો કે, બીજા દિવસે ૧૦ કેસો નોંધાયા હતા. જો કે, બે દિવસાથી માંડ એકાદ બે કેસ નોંધાઈ રહ્યા છે. આમ, ત્રીજી લહેર નિયંત્રણમાં આવતા સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી છે. પરિણામે, કચ્છ કોરોનાથી મુક્ત થવાના આરે છે. હાલમાં કચ્છમાં લગભગ ૯૮ બેડ ખાલી છે.
આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોવિડ સમર્પિત હોસ્પિટલ, કોવિડ કેન્દ્ર, હોસ્પિટલમાં આઈ.સી.યુ. વિભાગ, વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના બેડ મોટી સંખ્યામાં ખાલી છે. હાલમાં કચ્છમાં એક્ટીવ પોઝીટીવની સંખ્યા માત્ર ૨૧ છે.
કેન્દ્રના આરોગ્ય વિભાગે કોરોનાના પ્રતિબંધો રાજ્યની પરિસિૃથતિ મુજબ હટાવવાનો આદેશ આપતા કચ્છમાં પણ હવે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. મોટા ભાગના કોવીડ નિયંત્રણો દુર થવાથી આમ જનતાએ હાશકારો અનુભવ્યો છે. સામાજીક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને ઉમંગભેર મનાવાય છે. આજે કચ્છ જિલ્લામાં માત્ર એક જ પોઝીટીવ કેસ નોંધાયો હતો. એકટીવ પોઝીટીવ સંખ્યાની કેસો ૨૧ છે. કોવિડ પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત ૧૭૦૩૫૯૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૧૫૭૫૧૫૩ લોકોએ બીજો ડોઝ લીધો છે.
મુંદરા તાલુકામાં કોરોનાના બે કેસો નોંધાયા
કોરોનાની રફતાર ધીમી પડી છે. આજે રવિવારે પણ કચ્છમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બે જ કેસો નોંધાયા હતા. બંને કેસો મુંદરા તાલુકાના છે. ચારેક દિવસ પૂર્વે કચ્છ કોરોના મુક્ત બની ગયો હતો જો બે બીજા દિવસે ૧૦ કેસો નોંધાયા હતા ત્યારપછી રાહત આગળ ધપતી હોય તેમ હવે કેસો બે ચાર પુરતા મર્યાદીત રહ્યા છે. આજે પણ રવિવારે બે જ કેસો મુંદરા તાલુકામાં નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસો ૨૧ રેકર્ડ નોંધાયેલા છે. જયારે બે દર્દીઓ સ્વસૃથ થયા હતા. આમ, હવે રાજયની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાના કેસો તળીયે ગયા છે. ત્યારે, આગામી દિવસોમાં કેસો શુન્ય પર આવી જશે.
Leave a Reply