– ૬૨૬ ગર્ભવતી માતાઓની કરાઇ સોનોગ્રાફી
– વહીવટીતંત્ર અને અદાણી જી.કે. જન. હોસ્પિ. દ્વારા દયાપર હોસ્પિ.માં દર્દીઓને ચકાસાયા
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા કોવિડ-૧૯ની બીજી લહેર પછી દૂર-સુદૂરના લખપત વિસ્તારના ગ્રામજનો માટે ઘરઆંગણે પુન: શરૂ થયેલી આરોગ્ય સેવા દરમિયાન છેલ્લા ૧૦ મહિનામાં ૨૮ કેમ્પમાં ૩૫૦૦થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસથી જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા દર શુક્રવારે લખપત તાલુકાનાં દયાપર મુકામે આ સેવા આપવામાં આવે છે. ઉપરાંત ઘડૂલી, માતાના મઢ અને ના.સરોવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ કેમ્પ યોજી જરૂરિયાતમંદ દર્દીઓને આવરી લેવામાં આવે છે.
છેલ્લા ૧૦ મહિનામાં ૨૮ કેમ્પ દરમિયાન ખાસ કરીને જિલ્લા કલેક્ટરની સૂચનાથી ગ્રામ વિસ્તારમાં ગર્ભવતી માતાઓ અને માતાઓના ગર્ભમાં ઉછરતા બાળકોની આગોતરી સંભાળ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એ બાબતને ધ્યાનમાં લઈને ૬૨૬ માતાઓના ગર્ભની સોનોગ્રાફી (યુએસ.જી)કરવામાં આવી હતી.
આ રેડિયોલોજી તપાસણી દરમિયાન ૧૨ કેસોમાં ગર્ભસ્થ બાળકની ખાસ સંભાળ રાખવાની આવશ્યકતા જણાતા ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.
ગર્ભવતી માતાઓની સંભાળમાં ૧૫૦૦ ઉપરાંત દર્દીઓ મેડિસિનને લગતા અને ૮૦૦ કેસો બાળરોગ સંદર્ભ અને ૧૧૦૦ સ્ત્રીરોગ સબંધી દર્દીઓ સામે આવતા તેમની સારવાર કરવામાં આવી હતી.
Leave a Reply