– સ્કૂલો પરીક્ષા રીસિપ્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી સહી સિક્કા કર્યા બાદ વિદ્યાર્થીને આપશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા બીજી માર્ચથી લેવામા આવનાર છે ત્યારે સ્કૂલોએ વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટીકિટ ઓનલાઈન ડાઉનલૉડ કરી તેમાં સહી સિક્કા કર્યા બાદ વિતરણ કરવાની રહેશે.૧૨મી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ કરાયેલા પરીક્ષાઓની તારીખો માટેના પરિપત્ર મુજબ બીજી માર્ચથી ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૃ થનાર છે.જે વિષયોમાં થીયરીકલ સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવાય છે તેવા વિષયોની બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે અને બોર્ડે નક્કી કરેલા થીયરીની પરીક્ષાના સેન્ટરોમાં જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.પરીક્ષાની હૉલ ટીકિટ પ્રેક્ટિકલ પરીક્ષાનું સેન્ટર દર્શાવવામા આવ્યુ છે. બોર્ડના પરિપત્ર મુજબ સ્કૂલોએ હવે પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તેમાં વિષય-માધ્યમની ચકાસણી કર્યા બાદ તેમાં વર્ગશિક્ષકની અને આચાર્યની સહી અને સિક્કા કરાવી વિદ્યાર્થીને આપવાની રહેશે.
આ વર્ષે ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઘણા ઘટયા છે.અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે અને પ્રેક્ટિકલ પરીક્ષા બાદ ૨૮મી માર્ચથી થીયરીની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૃ થનાર છે. અગાઉ પ્રેક્ટિકલ પરીક્ષા ૧૪ ફેબુ્રઆરીથી ૨૩ ફેબુ્રઆરી સુધી લેવાનાર હતી અને થીયરીની બોર્ડ પરીક્ષા ૧૪ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન લેવાનાર હતી. સરકારે કોરોનાને લઈને બોર્ડ પરીક્ષાની તારીખો બદલી હતી.
Leave a Reply