– ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જાહેર કરી કહ્યું હતું કે કીવથી દિલ્હી માટે ચાર ફ્લાઈટ 25, 27 ફેબ્રુઆરી અને 6 માર્ચે પણ ઓપરેટ થશે
યુક્રેનથી આશરે 242 યાત્રીઓને લઈ એર ઈન્ડિયાનું વિશેષ વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) વિમાની મથક પર ઉતર્યું છે. આ વિમાન રાત્રે 10:15 વાગે આવવાનું હતું. પણ ઉડ્ડાનમાં વિલંબ થવાને લીધે તે લગભગ 11:30 વાગે ભારત આવી પહોંચ્યું છે.
આસાથે રશિયાની સાથે લડાઈ શરૂ થશે તેવી શક્યતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોએ નીકળવાનું શરૂ કરી દીધું છે. યુક્રેન અને તેની સરહદીય વિસ્તારમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે, જેને પરત લાવવાના સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. તેમને સુરક્ષિત સ્વદેશ પહોંચાડવા માટે મંગળવારે સવારે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ યુક્રેનથી રવાના થઈ હતી, જે સાંજે યુક્રેનના ખાર્કિવથી 242 ભારતીય નાગરિકોની સાથે દિલ્હી તરફ ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ થોડીવારમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવી ગઈ છે.
પહેલાં 10-15 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી ફ્લાઈટ
પહેલાં જણાવવામાં આવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 256 ભારતીય છાત્રને લઈને રાત્રે 10-15 વાગ્યે દિલ્હી પરત ફરવાની હતી, પરંતુ ઉડ્ડાનમાં વિલંબ થવાથી વિમાન 11:30 વાગે આવ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટ ડ્રીમલાઈનર B-787 યુક્રેન મોકલવામાં આવી હતી જેની ક્ષમતા 200 યાત્રિકોની છે.
ચાર વધુ ઉડાન ઓપરેટ કરાશે, એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી
આ ઉપરાંત ચાર અન્ય ફ્લાઈટ ઓપરેટ કરાશે. ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જાહેર કરી કહ્યું હતું કે કીવથી દિલ્હી માટે ચાર ફ્લાઈટ 25, 27 ફેબ્રુઆરી અને 6 માર્ચે પણ ઓપરેટ થશે. રશિયાએ યુક્રેનના બે પ્રાંતને સ્વતંત્ર દેશ જાહેર કર્યા છે. રશિયાના આ પગલાં પર ભારતે ચિંતા જાહેર કરી છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના રિપ્રેઝનટેન્ટિવ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે યુક્રેન અને તેની સરહદના વિસ્તારમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તિરુમૂર્તિએ કહ્યું કે આ ભારતીયોની સલામતી અમારી પ્રાથમિકતા છે.
ભારતે બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી
રશિયા અને યુક્રેન તણાવ પર UNમાં ભારતનો પક્ષ ટીએસ તિરુમૂર્તિએ રાખ્યો અને કહ્યું- ‘યુક્રેન અને રશિયા વચ્ચે સરહદ પર તણાવ ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં રશિયાનું પગલું શાંતિ અને સુરક્ષાને નબળું પાડશે. અમે બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ. અમે માનીએ છીએ કે આ મુદ્દો માત્રને માત્ર ડિપ્લોમેટિક ડાયલોગ્સથી જ ઉકેલી શકાય છે. હાલ તણાવને ઓછો કરવા માટે જે પગલાં ઉઠાવવામાં આવ્યા છે, તેના માટે થોડો સમય પણ આપવાની જરૂર છે.’
તેમને કહ્યું- ‘તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ કાયમ રાખવી જોઈએ. આ તણાવનો વ્હેલામાં વ્હેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે. જે તમામ પક્ષને મંજૂર હોય. ડિપ્લોમેટિક પ્રયાસને તાત્કાલિક વધારવામાં આવે તે જરૂરી છે.’
Leave a Reply