નખત્રાણામાં ખેડૂત મહિલાને માર મુદ્દે વળતી ફરીયાદ નોંધાઈ

નખત્રાણા પંથકમાં પવનચક્કી તથા લાઇનના કામકાજ દરમિયાન મહિલાને માર મરાયો હોવાની ફરિયાદ સામે જમીન માલિક વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ છે. વરમસેડા ગામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ હકિકતોથી વેગળી અને ગેરવ્યાજબી હોવાની વળતી ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

અદાણી ગ્રીન પાવર કંપનીની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટનાસ્થળ પર ભાવનાબેન મનજીભાઇ પિંડોરીયા સાથે કોઈપણ જાતની મારપીટ કરવામાં આવી નથી, તેમજ તેમના તરફથી કરવામાં આવેલા દાવાઓ તદ્દન ખોટા અને ગેરવ્યાજબી છે. પોલીસમાં ફરિયાદમાં મહિલાએ અદાણી ગ્રીન પાવરના કર્મચારીઓ સામે ધકબુસટનો માર મારવા તેમજ વાડીની ફેન્સિંગ તોડી નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

ફરિયાદમાં બનાવની વિગતો મુજબ, નખત્રાણા ખાતે અદાણી વિન્ડ પ્રોજેક્ટ 220kV ટ્રાન્સમિશન લાઇનનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જેમાં શક્રવાર (18 ફેબ્રુ.)ના રોજ 35A/1, સર્વે નં-156/1 પર અમલ દરમિયાન વરમસેડા ગામના જમીન માલિક મનજી હરહી પટેલની પત્નીએ આવી અને સ્ટ્રીંગિંગના કામમાં અવરોધ ઊભો કર્યો હતો. જેના કારણે કોન્ટ્રાક્ટરનો મેનપાવર અને સ્ટાફ નિષ્ક્રિય હતો તેમજ વધુ કામગીરી ખોરવાઈ હતી.

નોંધનીય છે કે જમીનમાલિક સાથે આ મામલે પહેલેથી જ કરાર મુજબ સંપૂર્ણ વળતરની ચુકવણી કરવામાં આવી છે. તદુપરાંત જમીનમાલિકની પત્ની તરફથી ફરીથી વધારાના વળતરની માંગણી કરવામાં આવી રહી છે, જે SDM વળતરના ધોરણો મુજબ ગેરવ્યાજબી છે.

ભુજની લેવાપટેલ હોસ્પિટલમાં નોકરી કરતા અને નખત્રાણા સુખપર રોહા ગામે રહેતા મહિલાને અદાણી ગ્રીન પાવર કંપનીના કર્મચારીઓએ કેબલ નાખવા મુદ્દે માર મારતા નખત્રાણા પોલીસમાં ખોટી ફરિયાદ કરાઇ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: