– વધુ ૬૭૩ મોત સાથે કુલ મૃત્યુઆંક ૫,૧૧,૯૦૩
– દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા કુલ ડોઝની સંખ્યા વધીને ૧૭૫.૩૭ કરોડને પાર
દેશમાં કોરોનાના નવા ૧૯,૯૬૮ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૨૮,૨૨,૪૭૩ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,19968 cases ૨૪,૧૮૭ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ૫૧ દિવસ પછી દેશમાં કોરોનાના ૨૦,૦૦૦થી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૭૩ લોકોના મોત નોંધાતા દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૧,૯૦૩ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૨૯,૫૫૨નો ઘટાડો થયો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૧.૬૮ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૨૭ ટકા નોંધવામાં આવ્યો છે.
આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૭૫.૩૭ કરોડ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૬૭૩ મોત પૈકી ૫૨૪ કેરળમાં અને ૨૯ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૧,૯૦૩ થઇ ગયો છે. જે પૈકી મહારાષ્ટ્રમાં ૧,૪૩,૫૭૬, કેરળમાં ૬૪,૦૫૩, કર્ણાટકમાં ૩૯,૭૭૭, તમિલનાડુમાં ૩૭,૯૭૭, દિલ્હીમાં ૨૬,૯૭, ઉત્તર પ્રદેશમાં ૨૩,૪૨૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૧,૧૧૯ લોકોનાં મોત થયા છે.
Leave a Reply