– સરકારે પરિપત્ર બહાર પાડયો હવે સિસ્ટમમાં ફેરફાર કરવા તજવીજ
અોટોમોબાઇલ કંપની તરફથી વાહનમાં સી.અેન.જી. ફીટિંગ કરાયું હોય તેવા વાહનોનું જ રજીસ્ટ્રેશન કરાતું હતું, અલગથી નવા વાહનોમાં સીઅેનજી ફિટ કરાવ્યું હોય તો અાર.ટી.અો.માં નોંધણી થતી ન હતી. જો કે, ગત સપ્તાહે પરિપત્ર જાહેર કરી બીઅેસ 6 વાહનોમાં અલગથી પણ નોંધણી થઇ શકે છે, જે બાદ અાર.ટી.અો.ની અોનલાઇન સીસ્ટમમાં ફેરફાર કરવાની તજવીજ હાથ ધરવામાં અાવી છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 3.5 ટનથી ઓછા BS-VI વાહનોના કિસ્સામાં, CNG કિટના રેટ્રો ફિટમેન્ટ અને ડીઝલ એન્જિનને CNG એન્જિન સાથે બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દરખાસ્ત 27 જાન્યુઆરીના રોજ મુકવામાં અાવી હતી. ડ્રાફ્ટ સૂચના દ્વારા આવી હતી. અત્યાર સુધી BS-IV ઉત્સર્જન ધોરણો હેઠળ મોટર વાહનોમાં CNG અને LPG કીટનું રેટ્રો ફિટમેન્ટ માન્ય છે. અોટોમોબાઇલ કંપનીઅો તરફથી અપાતા સી.અેન.જી. ફિટેડ વાહનોની જ નોંધણી થઇ શકતી હતી, પેટ્રોલ વાહન ખરીદી કર્યા બાદ અલગથી સીઅેનજી ફિટ કરાવ્યું હોય તેવા વાહનોની નોંધણી અાર.ટી.અો.ના રેકર્ડમાં થતી ન હતી.
બે સપ્તાહ સુધી સિસ્ટમમાં ફેરફાર થઇ જશે
સી.અેન.જી. કીટ બીઅેસ 6 વાહનોમાં અલગથી ફિટ કરવાની પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ ન હતી, સરકાર તરફથી પરીપત્ર જાહેર કરાયા બાદ અે.અાર.ટી.અો. નિરવ બક્ષીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, અોનલાઇન સિસ્ટમમાં ફેરફાર કરવાનું હોય છે. અેકાદ-બે સપ્તાહ સુધી સમગ્ર સિસ્ટમમાં ફેરફાર થઇ જશે.
Leave a Reply