બાયોટેકનોલોજી પોલિસી જાહેર : 20,000 કરોડનું રોકાણ અને 1.20 લાખને રોજગારી

ટર્મલોનના વ્યાજ પર 7 ટકાના દરે વાર્ષિક 20 કરોડની ટોચમર્યાદા સહાય

ઇલેક્ટ્રિસિટી ડયુટી પર 100 ટકા વળતર, મહિલા કર્મચારી માટે 100 ટકા EPF સહાય: સ્પેશ્યલ પ્રોજેક્ટસને 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25 ટકા અને 25 કરોડ પ્રતિવર્ષની મર્યાદામાં ઓપરેટિંગ ખર્ચમાં 15 ટકા સુધીની સહાય

ગુજરાતની નવી બાયો ટેકનોલોજી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ પોલિસી હેઠળ 20 હજાર કરોડના મૂડીરોકાણ સાથે 1.20 લાખ લોકોને નવી રોજગારી આપવાનો વાયદો કર્યો છે. આ પોલિસી હેઠળ 500થી વધુ ઉદ્યોગોને લાભ થશે. સરકારે પોલિસીમાં વીજશુલ્ક માફી સહિતના પ્રોત્સાહન પણ જાહેર કર્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિસીની જાહેરાત કરતાં કહ્યું છે કે આ પોલિસી પાંચ વર્ષ એટલે કે 2027 સુધી અમલી રહેશે. પ્રવર્તમાન કોવીડ જેવી વૈશ્વિક મહામારી સામેની માનવજાતની લડાઈમાં બાયોટેક્નોલોજીનો ફાળો ખુબજ અગત્યનો રહ્યો છે. કોરોનાને કારણે ઘર-ઘરમાં જાણીતા થયેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ, આરટી-પીસીઆર ટેસ્ટ, વેક્સિન, વગેરે બાયોટેક્નોલોજીની દેન છે.

રાજ્યમાં બાયોટેકનોલોજી ઉદ્યોગો વધુ વિકાસ પામે અને ગુજરાતને તેનો મહત્તમ લાભ મળે તે આ નવી બાયોટેક્નોલોજી પોલિસીનો હેતુ છે. બાયોટેક્નોલોજી ક્ષેત્રે વધુ રોકાણો આકર્ષવા માટે વિવિધ સ્ટેકહોલ્ડર્સ જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને તેમના રચનાત્મક સૂચનોને પણ બાયોટેક્નોલોજી પોલિસી 2022-27માં આવરી લેવાયા છે.

આ પોલિસી નેશનલ પોલિસી એન્ડ સ્ટ્રેટેજીસને ધ્યાને રાખી ઘડવામાં આવેલી છે. આમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ જેવી કે બિન-સરકારી સંસ્થાઓ, વૈજ્ઞાાનિક પ્રતિષ્ઠાનો અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે.

બાયોટેક્નોલોજી પોલિસીમાં ગુજરાતના બાયોટેક્નોલોજી ઉદ્યોગોને વૈશ્વિક સ્તરના બનાવવા માટે ટેકનોલોજી એક્વિઝીશન માટે સહાય, સ્કિલ ડેવલપમેન્ટ સહાય, વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન, ક્વોલિટી સટફિકેશન અને બેન્ડવિડ્થ લીઝિંગ માટેની વિવિધ આર્થિક સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં બાયોપ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રો માટે પ્રોત્સાહક બનશે.

આ ઉપરાંત પ્રિ-કલીનીકલ ટેસ્ટીંગ, ખાનગી સેક્ટરમાં જિનોમ સિકવસીંગ, પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, પ્રાયવેટ સેક્ટર મ્જીન્-3 લેબ, વેક્સિન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેકચરીંગ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટસને સહાય-સપોર્ટથી આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે.

પોલિસીની વિશિષ્ટ જોગવાઇ

1.  એક વર્ષથી વધારે સમય સુધી અરજકર્તા કંપની સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરૂષ અને મહિલાને અનુક્રમે  50000 અને 60000ની સહાય અપાશે.

2. પ્રત્યેક મહિલા અને પુરૂષ કર્મચારી માટે અરજકર્તા કંપનીએ ભરેલ એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100% અને 75% વળતર.

3.  100 કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક 7 કરોડની ટોચમર્યાદામાં, 7% ના દરે ત્રિમાસિક વળતર. ઉપરાંત, 100 કરોડથી વધુની ટર્મ લોન ઉપર, વાર્ષિક 20 કરોડની મહત્તમ મર્યાદામાં, ભરેલ વ્યાજ સામે 3% ના દરે ત્રિમાસિક વળતર.

4.  પાંચ વર્ષ માટે ભરેલ ઇલેકટ્રીસીટી ડયુટી ઉપર 100% વળતર.

5.  દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદેશ્યથી સ્ટ્રેટેજીક મહત્વના પ્રોજેક્ટસ હેઠળ સમાવેશ કરી ઇકોસીસ્ટમ સશક્તિકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને મળતા સ્પેશીયલ પેકેજ દ્વારા વધારાની સહાય.

6.   સ્પેશીયલ પેકેજ હેઠળ મંજુરી મળેલા પ્રોજેક્ટસને રાજ્ય સરકારના આંતર-વિભાગીય સંકલન અને સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેકટથી જમીન ફાળવણી તથા અન્ય પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત જરૂરીયાતો જેમ,  અપ્રોચ રોડ, પાણી-પૂરવઠો, ઈલેક્ટ્રીસિટી, ગટર માટે સુવિધા.

પોલિસીની વિશેષતા

1. ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી એકંદરે સહાયનો દર અને સહાયની માત્રા એમ બન્નેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે.

2. આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ્સ અને લાર્જ પ્રોજેક્ટસને સ્પેશ્યલ પેકેજ આપીને આગવું મહત્વ આપવામાં આવ્યું છે.

3. 200 કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને 200 કરોડથી વધુ મૂડી-રોકાણવાળા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને, તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ, ઈમર્જીંગ ટેકનોલોજીસ ઇન ચેલેન્જીંગ એરિયાઝ અને સ્ટ્રેટેજીક મહત્વતા ધરાવતા સ્પેશ્યલ પ્રોજેક્ટસને 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25% સહાય, કુલ પાંચ વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તાના સ્વરૂપમાં અપાશે.

4. 200 કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને પ્રતિવર્ષ પાંચ કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં અને 200 કરોડથી વધુ મૂડી-રોકાણ વાળા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને, તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટસને 25 કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15% સહાય આપવામાં આવશે.

5. આ સહાયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય, લીઝ રેન્ટલ સબસિડી, બેન્ડવિડ્થ લીઝિંગ, અને ક્વોલીટી સર્ટીફીકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: