– ગત સપ્તાહે ૧૧ બોટ સાથે ૬ પાકિસ્તાની શખ્સો પકડાયા હતા
– બોટ મૂકીને નાસી જનારા ઘૂસણખોરોને પકડવા સર્ચ ઓપરેશન જારી
કચ્છનો ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની ઘુસણખોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. ત્યારે ગત સપ્તાહે એકસામટી ૧૧ બોટ અને ૬ પાકિસ્તાની પકડાયા બાદ આજે વધુ ૭ પાકિસ્તાની બોટ હરામીનાળા ક્રિકમાંથી મળી આવી હતી. કચ્છના હરામી નાળા સહિત ૩૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા ક્રીક વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમ્યાન બીએસએફન આજે વાધુ સફળતા મળી છે. વધુ બોટ પકડાતા હરામીનાળામાંથી અઠવાડિયામાં કુલ ૧૮ પાકિસ્તાની બોટ પકડાઈ છે.
બીએસએફને બાતમી મળતા હરામીનાળામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં ગતિવિાધી જણાતા બીએસએફ કાર્યવાહી કરતા પાકિસ્તાની ઘુસણખોરો બોટ મુકીને નાસી છુટયા હતા. તપાસ બાદ બિનવારસુ ૭ બોટ બીએસએફના હાથે લાગી હતી. જ્યારે ભાગી છુટેલા પાકિસ્તાની શખ્સોને શોધવા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન જારી રખાયું છે. અગાઉની જેમ ઘુસણખોરો ચેરીયાના કાદવ-કીચડવાળા વિસ્તારમાં છુપાઈ ગયા હોવાની આશંકા છે. બીએસએફના ડીઆઈજી (ઓપરેશન) એમ એલ ગર્ગે કહયું હતું કે આ બોટ સાથે પાક માછીમારોએ ધૂસણખોરી કરી હતી. દરિયામાં પાણી ઓસરી જતાં આ બોટ આગળ વાધી શકી નહોતી, જેના પગલે તે છીછરા પાણીમાં ફસાઈ જવા પામી હતી. જપ્ત કરાયેલી બોટમાંથી મોટી માત્રામાં સડી ગયેલી માછલી મળી આવી હતી.
ગયા સપ્તાહ દરમ્યાન હરામી નાળાના ઝીરો પોઈન્ટ પાસેથી પાકિસ્તાનના માછીમારોએ ભારતીય જળ સીમાની અંદર ધૂસણખોરી કરી હોવા અંગેના સેટેલાઈટસ ઈન્ટેલીજન્સ ઈન્પુટના આધારે બીએસએફ દ્વારા હરામી નાલા વિસ્તારમાં કમાન્ડો ઓપેરશન શરૃ કરાયુ હતું.
ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરની મદદ વડે કમાન્ડોને એર ડ્રોપ કરાયા હતા. તે પછી ગાંધીનગરથી બીએસએફના ગુજરાત ફ્રન્ટાયરના આઈજી જી એસ મલિક પણ હરામી નાળા વિસ્તારમાં પહોચી ગયા હતા. હજુ બેથી ચાર બોટ હોવાની સંભાવના વચ્ચે આ સર્ચ ઓપરેશન ચાલી રહયુ છે.
Leave a Reply