– ચાર વર્ષ સુધીના બાળક સાથે દ્વિચક્રી વાહનની ઝડપ ૪૦ કિમી/કલાકથી વધવી ન જોઇએ : રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના નવા નિયમો
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આજે મોટરસાયકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયાત બનાવવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે.
નવા નિયમો મુજબ મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીનું બાળક પાછળ બેસેલ હોય તો મોટરસાયકલની ઝડપ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ.
આ નવા નિયમો સેન્ટ્રલ મોટર વેહિકલ્સ(સેકન્ડ એમેન્ડમેન્ટ) રૃલ્સ, ૨૦૨૨ પ્રકાશિત થવાની તારીખના એક વર્ષ પછી અમલમાં આવશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ૧૫ ફેબુ્રઆરી, ૨૦૨૨ના નોટિફિકેશનથી સીએમવીઆર, ૧૯૮૯ના નિયમ ૧૩૮માં સંશોધન કર્યુ છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે મોટર વેહિકલ્સ એક્ટની કલમ ૧૨૯ અનુસાર કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સલામતી માટે તેમને મોટર સાયકલ પર બેસાડતી વખતે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયતા બનાવવામાં આવ્યું છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ચાર વર્ષ સુધીના બાળકે પોતાની સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવે.
સેફ્ટી હાર્નેસ બાળકોને પહેરાવવામાં આવતું એક પ્રકારનું એવું જેકેટ હોય છે જેના આકારમાં ફેરફાર કરી શકાય છે. મંત્રાલય દ્વારા પ્રજા પાસેથી પણ સુરક્ષા ઉપાયો અંગે સૂચનો મંગાવવામાં આવ્યા છે.
Leave a Reply