અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દરેક વિભાગ સુપેરે ચાલે અને સારવાર લેવા આવનાર તરફ પૂરતું ધ્યાન આપવા આવે એ હેતુસર ક્રમશ: થઈ રહેલા વધુને વધુ સુધારાના ભાગરૂપે હોસ્પિટલના ખાસ કરીને ઇમરજન્સી વિભાગમાં સર્જન તબીબની હેડ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. અશોક જીલડિયા આ ઈમરજન્સી વિભાગના હેડ તરીકે સેવા આપશે. ઉપરાંત તેઓ સર્જન હોવાથી શસ્ત્રક્રિયા અંગેની સેવા પણ આપશે. જામનગર, એમ.પી. શાહ મેડિકલ કોલેજમાથી સર્જનની ડીગ્રી. મેળવ્યા બાદ તેઓ રામબાગ હોસ્પિટલમાં સુપ્રિટેંડેંટ તેમજ અંજાર સી.એચ.સી.માં પણ સેવા આપી છે. છેલ્લા ૨૩ વર્ષથી તેઓ કચ્છમાં તબીબી ક્ષેત્રે ફરજ બજાવી રહયા છે. અને અદાણી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામગીરી સંભાળશે.
Leave a Reply