– કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે નિષ્ણાતોની ચેતવણી
– મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહને બીજી વખત કોરોના : ત્રીજી લહેરમાં પ્રથમ વખત કોરોનાના 30,000થી ઓછા કેસો નોંધાયા
દેશમાં આગામી ચાર સપ્તાહ સુધી કોરોનાના કેસો ઓછા અને સિૃથર બની રહેશે તો જ કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઇ રહી છે તેમ કહી શકાય ે તેમ નામાંકિત વાયરોલોજિસ્ટ ડો. ટી જેકબે જોહ્ને એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 21 જાન્યુઆરીના રોજ ભારતમાં ત્રીજી લહેર ટોચ પર હતી. તે દિવસે દેશમાં કોરોનાના 3.47,254 કેસો નોંધવામાં આવ્યા હતાં. ત્યારબાદથી દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
જેકબે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના કેસો ચાર સપ્તાહ સુધી સામાન્ય વધારા ઘટાડા સાથે ઓછા અને સિૃથર બની જતા નથી ત્યાં સુધી અમે તેને એન્ડેમિક જાહેર કરી શકતા નથી.આ દરમિયાન આજે દેશમાં કોરોનાના 27,409 કેસો નોંધવામાં આવ્યા છે.
દેશમાં 44 દિવસમાં પ્રથમ વખત દેશમાં 30,000થી ઓછા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,26,92,943 થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 4,23,127 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 55,755 કેસોનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝીટીવ રેટ 2.23 ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ 3.63 ટકા નોંધવામાં આવ્યો છે. વધુ 347 લોકોના કોરોનાથી મોત થવાનેકારણે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,09,358 થઇ ગયો છે.
દેશમાં કોરોના વેક્સીનના અપાયેલા ડોઝની સંખ્યા 173.42 કરોડને પાર થઇ ગઇ છે. આજના 347ના મૃત્યુ આંકમાં કેરળના 178 અને મહારાષ્ટ્રના 25નો સમાવેશ થાય છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 5,09,358 લોકોનાં મોત થયા છે.
જેમાં મહારાષ્ટ્રના 1,43,416, કેરળના 62,337, કર્ણાટકના 39,665, તમિલનાડુના 37,932, દિલ્હીના 26,076, ઉત્તર પ્રદેશના 23,399 અને પશ્ચિમ બંગાળના 21,040 લોકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને બીજી વખત કોરોના થયો છે.
Leave a Reply