વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ગત સપ્તાહે ચુકાદો આપ્યા બાદ હવે સજાનું એલાન 18 ફેબ્રુઆરીના રોજ થશે.
ગત સુનાવણીમાં શું થયું?
11 ફેબ્રુઆરીએ સજાનાં એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો. દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી. જેમાં કોર્ટ તમામ પક્ષની રજૂઆત એક બાદ એક સાંભળી જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગી રહ્યો છે
49 લોકો દોષિત હતા
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે..ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી. સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
Leave a Reply