– ખડીર ટાપુ પરના રતનપરની મુલાકાત લેતાં રાજ્યપાલ
– ગામલોકોના પરંપરાગત પોષાકથી પ્રભાવિત થયેલા રાજયપાલએ આ સંસ્કૃતિ ટકાવી રાખવા માટેની અપીલ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખડીર ટાપુ પરના રતનપર ગામની મુલાકાત લીધી હતી.ખડીર વિસ્તારમાં આવેલા રતનપર ગામ કે જે આહિર સમાજ ની વસ્તી ધરાવતા આ ગામમાં આજના આધુનિક યુગની તમામ સવલતો મહિલા સરપંચ વેજીબેન દશરથભાઈ છાંગા કે જે એક મહિલા છે અને છેલ્લા બે ટર્મ થી આ રતનપર ગામનું સુકાન સંભાળી રહ્યા છે એવા આ ઐતિહાસિક રતનપર ગામ માં આજે પહેલી વખત બન્યું કે કોઇ રાજ્યપાલ અને વહીવટી અધિકારીઓ એ મુલાકાત લીધી હોય તેવા આ ગામ મા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતા ગામના સરપંચ વૈજીબેન, દશરથભાઇ છાંગા તથા જીલ્લા પંચાયતના સદસ્ય રૂપેશભાઈ છાંગાએ તેમને આવકાર્યા હતા.
ગામની બાળાઓએ સ્વાગત ગીત વડે સૌનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પોલીસવડા મયુર પાટીલ વગેરેનું ગામના વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હીરજીભાઈ આહીર દ્વારા ગામના શૈક્ષણિક અને સામાજિક વિકાસની ઝાંખી રજુ કરતાં પ્રસન્ન થયેલા રાજયપાલએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. મોહનભાઈ આહીર દ્વારા વિસ્તારની ખેતી વિષયક બાબતો રજૂ કરવામાં આવી હતી. ગામમાં ચાલતા સખી મંડળ અને તેની સફળતાની વાત એકતા ચાવડાએ કરી હતી.
રાજ્યપાલ દ્વારા પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક તથા ગાય આધારિત ખેતી અપનાવવા તથા રસાયણોને તિલાંજલિ આપવા અને એ રીતે સ્વસ્થ સમાજ રચવા માટે હાકલ કરવામાં આવી હતી. ગામલોકોના પરંપરાગત પોષાકથી પ્રભાવિત થયેલા રાજયપાલએ આ સંસ્કૃતિ ટકાવી રાખવા માટેની અપીલ કરી હતી. ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે કાઠું કાઢેલ આ ગામની વિગત જાણીને તેમણે જણાવ્યું કે કોઇ પણ પ્રદેશના વિકાસનો રસ્તો શિક્ષણના માર્ગેથી જ નીકળતો હોય છે.
Leave a Reply