મુંદરામાં તસ્કરોનો તરખાટઃ એક સામટા ૮ મકાનોમાં લાખોની ચોરી

– સદગુરૃ સ્માર્ટ વિલેજ સોસાયટીમાં બુકાનીધારીઓ ત્રાટક્યા

– સીસીટીવી કેમેરામાં ૬ બુકાનીધારી સાયકલથી સોસાયટીમાં ફરતા જોવા મળ્યાઃ ચોરીના બનાવના પગલે રહેવાસીઓમાં રોષ

કચ્છમાં તસ્કરોએ ફરી એક વખત તરખટ મચાવ્યો છે. રહેણાંકાથી માંડીને ધાર્મિક સૃથાનોને અભડાવતા તસ્કરોએ આજે મુંદરામાં એક સામટા ૮ મકાનોના તાળા તોડી લાખો રૃપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ ૬ બુકાનીધારીઓએ પથૃથરમારો અને હુમલો પણ કર્યો હતો. મુંદરાની સદગુરૃ સ્માર્ટ વિલેજ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા. અહિંના રહેવાસીઓએ ૧૫થી ૨૦ લાખની ચોરી થઈ હોવાનું જણાવી લેખિત આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

આ અંગે મળતી માહિતી મુજબ, શનિવારની રાત્રિએ મુંદરાના ઉમિયાનગરની પાછળ આવેલ સદગુરૃ સ્માર્ટ વિલામાં એક સાથે ૮ મકાનોના તાળા તુટયા હતા. જો કે, હજુ આ અંગે સતાવાર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગતો બહાર આવશે. સદગુરૃ સ્માર્ટ વીલાની સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે, મધ્ય રાત્રિએ ૬ બુકાની ધારી શખ્શો ત્રાટકયા હતા અને સોસાયટીમાં આવેલ સીસીટીવી કેમેરામાં ૬ બુકાનીધારી સાયકલાથી સોસાયટીમાં ફરતા જોવા મળ્યા હતા. તેમજ ગોપાલ સોસાયટીમાં રહેતા ગોપાલ કરસન આહિરના ઘર પાસે આવી હિાથયારો બતાવી શખ્શોએ ઝપાઝપી કરી હતી અને ગોપાલભાઈએ દરવાજો બંધ કરતા શખ્શો નાસી ગયા હતા. અહિંના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે, સોસાયટીમાં કુલ ૧૮૯ મકાનો છે તેમાં ૫ જેટલા મકાનો બંધ છે ત્યાં ચોરો ગયા ન હતા. તેમજ સોસાયટીમાં ધાર્મિક મંદિર છે ત્યાં તસ્કરો પહોંચ્યા ન હતા.  અને એક મકાનમાં એ તસ્કરોએ ચોરી કરતા મોસંબી અને અન્ય ખાદ્ય સામગ્રીની મોજ માણી હતી. ઘટના સૃથળે જોતા સીસીટીવી કેમેરામાં છએક શખ્શો બુકાનીધારી હતા. મુંદરાની સદગુરૃ સ્માર્ટ વિલાના રહેવાસીઓએ મુંદરા પોલીસ માથકમાં રજુઆતરૃપે એક આવેદનપત્ર આપ્યુ હતુ અને લૂંટ, ધાડ તેમજ ચોરીની ફરિયાદ લેવા અપીલ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ કેટલા રૃપિયાની મતા ચોરાઈ તે હવે સ્પષ્ટ થશે.

તસ્કર ગેંગે પથ્થરમારો કરી  લૂંટ ચલાવી 

મુંદરાની જે સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો તે મુંદરા શહેરના ઉમિયાનગર પાસે આવેલી સદ્દગુરૃ સ્માર્ટ વિલા સોસાયટીના પ્રમુખ દ્વારા પીઆઈને લેખિતમાં રજૂઆત કરતાં જણાવાયું કે, ગત રાત્રીના રાથી ૪ વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. ૭થી ૮ શખ્સો સોસાયટીમાં ઘુસી આવ્યા અને ૮ જેટલા બંધ મકાનોમાં ચોરી કરી નાસી ગયા છે. મકાન નંબર ૧૧૯માં રહેતા ગોપાલભાઈ કરશનભાઈ આહિરના ઘરમાં આરોપીઓ ઘુસીને તેમને જાનાથી મારી નાખવાની કોશિષ પણ કરી હતી. જો કે હાથા પાઈ થતાં આરોપી નાસી ગયા હતા. બાજુની શેરીમાં મિહિરભાઈ નામના વ્યક્તિ પર પણ પથૃથર મારો કર્યો હતો. આરોપીઓ સોસાયટીમાંથી  લૂંટ કરી ગયા હોવાનું લેખિતમાં જણાવવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અવાર નવાર ચોરીના બનાવો બની ચુકયા છે, ત્યારે ઝડપાથી આરોપીઓને પકડી લેવા માટે માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: