– બીએસએફના જવાનો સાથે સંવાદ કરી રૃ.૩૧ હજારનો પુરરસ્કાર આપ્યો
– રાજ્યપાલે દેહરાદૂનના માનસિંગ તોમરનું શ્રેષ્ઠ સેવા આપવા બદલ સન્માન કર્યું હતું
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધર્મશાળા ખાતે આવેલા શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા શહીદ સ્મારક ખાતે દેશના શહીદ જવાનોને ભાવાંજલી અપત કરી હતી.
વોર મેમોરિયલની મુલાકાત બાદ રાજ્યપાલે દેશના સીમાડાઓની રાત દિવસની પરવાહ કર્યા વિના નિસ્વાર્થ ભાવે દેશભક્તિ સાથે સેવા બજાવતા સીમા સુરક્ષા બલ (બી.એસ.એફ) ના બટાલિયન ૩ના જવાનો સાથે સંવાદ કર્યો હતો. કચ્છાથી લઈને કન્યાકુમારી અને ગુજરાતાથી આસામ સુાધી ભારત માતાની સુરક્ષા કરનારા જવાનો સાચા આૃર્થમાં ધન્યવાદને પાત્ર છે. દેશની સરહદોની રક્ષા માટે બીએસએફ અને તેના જવાનોએ આપેલું યોગદાન ક્યારેય નહીં ભુલાય. બાર મહિના અને ૨૪ કલાક નક્સલવાદ, આંતરિક બાબતો, દુઃખદ પરિસિૃથતિમાં બી.એસ.એફના જેવાનો દેશ કાજે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે, તેમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું. આ તકે આચાર્ય દેવવ્રતજીએ રૃ.૩૧ હજાર બીએસએફના જવાનો માટે પુરસ્કાર રૃપે અર્પણ કર્યા હતા. આ તકે રાજ્યપાલે દેહરાદૂનના માનસિંગ તોમરને શ્રે સેવા આપવા બદલ તેમનું સન્માન કર્યું હતું.
ખાવડા તથા કુરનવાસીઓ સાથે સંવાદ કર્યો
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સરહદી ગામ કુરનની સૌપ્રાથમવાર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.આ તકે ગ્રામજનો સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલેે કહ્યું હતું કે , કુરન એ ગુજરાતનું છેલ્લું નહી, પ્રાથમ ગામ છે અને સીમાની સુરક્ષામાં સેનાના સૈનિકોની જેમ કામ કરતાં તમામ ગ્રામવાસીઓને પ્રત્યે સમગ્ર દેશ સન્માનની ભાવના સાથે તેમના વિકાસમાં સહભાગી થવા તત્પર છે.ે ઉપરાંત રાજ્યપાલે ખાવડા ગામની મુલાકાત વેળાએ સ્વચ્છતા અભિયાનની શરૃઆત કરાવી હતી તેમજ ગામના સરપંચને ખાવડા ગામને સ્વચ્છ, સુઘડ અને આદર્શ ગામ બનાવવા આહ્વાન કર્યું હતું. ખાવડા તાથા કુરન ગામના ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ પધૃધતિનું મહત્વ અને તેની અસરકારકતા સમજાવીને તેનો અમલ કરવા પ્રેરણા પુરી પાડી હતી. તેમજ જીવામૃત, ઘન જીવામૃતનું અને મલ્ચિંગ પધૃધતિનુ મહત્વ તાથા તેનાંથી થનારા ફાયદાઓ વિશે સમજાવ્યું હતુ.
Leave a Reply