કચ્છમાં રજિસ્ટ્રેશન વિના ફરસાણ-ડ્રાયફ્રુટ પેક કરી વેંચનારા પર તવાઈ આવશે

– સરકારના પેકેજ કોમોડિટી રૂલ્સનું કરાવાશે કડક પાલન

– ચીજવસ્તુને ડિસ્પલેમાં મુકતા દરેક ઉત્પાદક, પેકર કે ટ્રેડરે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ગ્રાહકો છેતરાયા વિના વસ્તુઓ ખરીદી શકે તથા પોતાના હક્કોનો પુરેપુરો ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે પેકેજ કોમોડીટી રૂલ્સ અમલી કર્યો છે. જે મુજબ હવેથી કચ્છમાં રજિસ્ટ્રેશન વિના ફરસાણ-ડ્રાયફ્રુટ પેક કરીને વેંચનારા વેપારીઓ પર તોલમાપ ખાતું  તવાઈ બોલાવશે.

મળતી માહિતી મુજબ આ નિયમની ચુસ્ત અમલવારી કરાવવા માટે તોલમાપ વિભાગને આદેશ અપાયા હોવાથી હવેથી મનફાવે તે રીતે કોઈપણ વિગતો કે રજિસ્ટ્રેશન વગર ફુડ આઈટમ પેક કરીને વેંચનારા વેપારીઓ પર કાર્યવાહી કરાશે. નિયમ મુજબ દરેક ઉત્પાદક, પેકર કે ટ્રેડર જે ચીજવસ્તુ પોતે પેક કરીને ડિસ્પલેમાં મુકતા હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તે દંડને પાત્ર ગુનો બને છે. જેનું પાલન કરવા કાનૂની માપ વિજ્ઞાાન  કેન્દ્ર દ્વારા તમામ ઉત્પાદકો-ડ્રાયફ્રુટ- ફરસાણના વેપારીઓ સહિત ચીજવસ્તુ પેક કરતા એકમોને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. તે ઓનલાઈન ફક્ત એક જ વખત કરવાનું રહે છે .સરકારના આ નિર્ણયની ગ્રાહકો પ્રોડક્ટની સંપુર્ણ માહિતી  સાથે અન્ય સાથે સરખામણી પણ કરી શકે તે માટેનો છે. આ અંગે આગામી સમયમાં દરેક જિલ્લામાં સેમિનાર યોજીને વેપારીઓને તે અંગે જાણકારી પણ આપવામાં આવશે. કચ્છમાં મોટાભાગે ગામડાથી લઈને શહેરમાં ફરસાણ તથા ડ્રાયફ્રુટ છુટક પેક કરીને વેંચવામાં આવી રહ્યું છે જેના કારણે ભેળસેળીયા તત્વોને ખુલ્લુ મેદાન મળી ગયું ત્યારે નિયમની અમલવારીથી ગ્રાહકોના હિતનું રક્ષણ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: