ચાર્ટર્ડ અેકાઉન્ટન્સ (સી.અે.)ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાતાં દેશના 21.87 ટકા સામે કચ્છનું પરિણામ 22.10 ટકા અાવ્યું છે અને જિલ્લાને 14થી વધુ નવા ચાર્ટર્ડ અેકાઉન્ટન્ટસ મળ્યા છે. અાઇસીઅેઅાઇ ભુજ શાખાના ચેરમેન રમેશ પિંડોરિયાઅે વિગતો અાપતા જણાવ્યું હતું કે, કચ્છમાં જિલ્લા મથક ભુજ અને અાર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ડિસેમ્બર-2021માં સી.અે.ની પરીક્ષા લેવામાં અાવી હતી, જેમાં ભુજ અને ગાંધીધામના કેન્દ્ર પર 380 વિદ્યાર્થીઅો બેઠા હતા.
તા.10-2, ગુરૂવારના પરીક્ષાનું પરિણામ જાહેર કરાતાં કચ્છનું 22.10 ટકા પરિણામ અાવ્યું છે. કચ્છમાં ભુજના નિકેત અજીતભાઇ ગોર પ્રથમ નંબરે આવ્યા છે. સમગ્ર દેશમાં સી.અે.ની. અાખરી પરીક્ષા અાપનારાઅોની વાત કરીઅે તો 1,68,965 વિદ્યાર્થીઅો બેઠા હતા, જેમાંથી 36,966 છાત્રો પાસ થતાં 21.87 ટકા પરિણામ અાવ્યું છે, જેની સામે કચ્છનું પરિણામ 22.10 ટકા અાવવાની સાથે જિલ્લાને નવા 14થી વધુ ચાર્ટર્ડ અેકાઉટન્ટસ મળ્યા છે.
પ્રવેશ પરીક્ષામાં 220માંથી 107 પાસ
ડિસેમ્બર 2021માં લેવાયેલી ફાઉન્ડેશન પરીક્ષા અેટલે કે, પ્રવેશ પરીક્ષામાં સમગ્ર દેશના 110662 છાત્રો બેઠા હતા, જેમાંથી 33510 વિદ્યાર્થીઅો પાસ થતાં 30.28 ટકા પરિણામ અાવ્યું છે. પ્રવેશ પરીક્ષાની કચ્છની વાત કરીઅે તો અા પરીક્ષામાં કચ્છના બંને કેન્દ્રો પર 220 છાત્રો બેઠા હતા, જેમાંથી 107 પાસ થતાં 48.64 ટકા પરિણામ અાવ્યું છે.
Leave a Reply