– ઘૂસણખોરોને શોધવા કમાન્ડોની ૩ ટીમ હેલિકોપ્ટર દ્વારા કામે લાગી
– ઘૂસણખોરો ચેરિયાના કાદવ કિચડવાળા જંગલમાં છૂપાતાં પકડવા પડકારરૃપ
એક મહિના પુર્વે સિરક્રિક પાસેાથી ત્રણ બોટ સહિત એક માછીમાર ઝડપાયાની ઘટના બાદ આજે બીએસએફના હરામીનાળામાં કરાયેલા સર્ચ ઓપરેશનમાં એક સાથે ૧૧ બોટ પકડાતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ અગાઉ અનેકવાર આ વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરો પકડાઈ ચુક્યા છે ત્યારે આજે એકસાથે ૧૧ બોટ હાથ લાગી હતી. ઉપરાંત હજુપણ વધુ બોટ મળવા તાથા ઘુસણખોરો પકડાવવાની શક્યતા વચ્ચે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે. ઘુસણખોરો ચેરીયાના કાદવ-કિચડયુક્ત જંગલમાં છુપાઈ જતાં તેઓને પકડવા પડકારરૃપ હોવાથી એરફોર્સના હેલિકોપ્ટરની મદદાથી ૩ કમાન્ડો ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. ઉપરાંત ઘટનાની ગંભીરતા જોતા બીએસએફ ગુજરાત ફ્રનિટયરના આઈજી જી.એસ મલિક પણ ગાંધીનગરાથી હરામીનાળા દોડી આવ્યા હતા. તેમના નેજા હેઠળ દિવસભર તલાશી અભિયાન ચાલુ રહ્યું હતું અને રાત્રે પણ જારી રખાશે. બીએસએફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન હરામીનાળામાં ગતિવિાધી જણાતા તપાસ કરતા પાકિસ્તાની બોટો જોવા મળી હતી. જો કે, ભારતીય સુરક્ષા દળોને જોઈને માછીમારો કે ઘુસણખોરો પહેલાથી ભાગી છુટયા હોવાની સંભાવના છે, જેાથી બીએસએફને સામાન સાથેની માનવરહિત ૧૧ બોટ હાથ લાગી હતી. બોટમાં કોણ આવ્યું અને ક્યાં ગયું તે સંદર્ભે વ્યાપક સર્ચ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે અઠવાડીયામાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરીને અવળચંડાઈ કરા ઈ રહી છે ત્યારે એકાએક ભારતીય જળસીમામાં એકસામટી આટલી બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ માટે પણ પડકાર ઉભો થયો છે. અગાઉ ૫ વર્ષ પુર્વે બીએસએફને ત્રણ દિવસની શોધખોળ બાદ આ વિસ્તારમાંથી ૨૦ જેટલી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.
Leave a Reply