– છેલ્લા ૧૦ દિવસમાં ૪૯૮૨૮ કેસ, ૨૮૮ના મૃત્યુ
– ૨૧ના મૃત્યુ : માત્ર ચાર જિલ્લામાં નવા કેસ ૧૦૦થી વધુ : ૧૦ દિવસમાં એક્ટિવ કેસ ૭૫% ઘટીને હવે ૨૧૪૩૭
ગુજરાતમાં કોરોનાની ગતિમાં રાહતનજનક ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૭૫ નવા કેસ સામે આવ્યા છે. ૩૮ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. બીજી તરફ કોરોનાથી વધુ ૨૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં ૪૯૮૨૮ વ્યક્તિ સંક્રમિત થઇ છે, ૨૮૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૧.૧૧ લાખ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૭૦૦-ગ્રામ્યમાંથી ૧૭ સાથે સૌથી વધુ ૭૧૭ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાંથી અમદાવાદ સિવાય અન્યત્ર દૈનિક કેસ ૪૦૦થી પણ ઓછા નોંધાયા હતા. જેમાં વડોદરા શહેરમાં ૨૯૨-ગ્રામ્યમાં ૯૯ સાથે ૩૯૧, સુરત ગ્રામ્યમાં ૭૮-શહેરમાં ૭૨ સાથે ૧૫૦, ગાંધીનગર શહેરમાં ૯૧-ગ્રામ્યમાં ૫૨ સાથે ૧૪૩, રાજકોટ શહેરમાં ૮૪-ગ્રામ્યમાં ૪૫ સાથે ૧૨૯, મહેસાણામાં ૯૬, બનાસકાંઠામાં ૯૦, પાટણમાં ૫૨, તાપીમાં ૪૭, સાબરકાંઠામાં ૪૫, આણંદમાં ૪૨, જામનગર શહેરમાં ૨૦-ગ્રામ્યમાં ૧૨ સાથે ૧૨, કચ્છમાં ૩૧, ભાવનગર શહેરમાં ૨૬-ગ્રામ્યમાં પાંચ સાથે ૩૧, ખેડામાં ૨૮, ભરૃચમાં ૨૬, નવસારી-પંચમહાલમાં ૨૪, અમરેલીમાં ૨૩, અરવલ્લીમાં ૨૧, દાહોદમાં ૧૯, મોરબીમાં ૧૭, છોટા ઉદેપુરમાં ૧૫, દેવભૂમિ દ્વારકામાં ૧૪, મહીસાગરમાં ૧૩, જુનાગઢ શહેરમાં ૭-ગ્રામ્યમાં ૪ સાથે ૧૧, સુરેન્દ્રનગરમાં ૧૧, ડાંગમાં ૯, વલસાડમાં ૮, ગીર સોમનાથ-નર્મદામાં ૭, બોટાદ-પોરબંદરમાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૨,૧૦,૪૮૭ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાં ૫, અમદાવાદમાંથી ૪, રાજકોટમાંથી ૩, સુરતમાંથી ૨, જામનગર-વલસાડ-ભરૃચ-સાબરકાંઠા-બનાસકાંઠા-તાપી-મહેસાણામાંથી ૧-૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક ૧૦૭૬૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮૧૭૨ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૧,૭૮,૨૮૯ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૭.૩૪% છે. રાજ્યમાં હાલ ૨૧૪૩૭ એક્ટિવ કેસ છે અને ૧૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. એક મહિના બાદ રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા એક્ટિવ કેસ છે. ૩૧ જાન્યુઆરીએ રાજ્યમાં ૮૩૭૯૩ એક્ટિવ કેસ હતા. આમ, ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૭૫% જેટલો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે ૯.૭૯ કરોડ છે.
Leave a Reply