અગ્નિશામકોની રક્ષા માટે ડૉ. રાકેશ ચતુર્વેદીએ કરેલા કામને જોઇને હાલમાં જ તેમનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ, 2022માં નોંધવામાં આવ્યું છે.
આગ સાથે રમવાનું સહાસ જીવલેણ સાબિત થઇ શકે છે. પણ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ આગ સાથે લડે છે ફાયર ફાઇટર એટલે કે અગ્નિશામક દળના જવાનો. ત્યારે સવાલ એ આવે છે કે આ લોકોની સલામતીનું શું? આજ વિચારને આકાર આપવાનું કામ અદાણી ગ્રુપે કર્યું છે. કચ્છના મુદ્રા ખાતે આવેલ APSEZ એટલે કે અદાણી પોર્ટ્સ એન્ડ એસ.ઇ.ઝેડ માં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. અને અહીં વિવિધ કાર્ગો ભરેલા જહાજોનું દિવસ રાત આવા-ગમન ચાલતું રહે છે. ત્યારે અહીં કંપનીએ અહીં પોતાનું અગ્નિશામક દળ તૈયાર કર્યું છે. જે ઔદ્યોગિક ક્ષેત્રે આગ લાગવાની ઘટનાઓમાં લોકોને બચાવાનું કામ છે. અગ્નિશામક દળ માટે કટોકટીની પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લેવો, પોતાની જાતને માનસિક અને શારિરીક રીતે ફીટ રાખવી અને આ પ્રકારના જીવલેણ મિશનને સફળતાપૂર્વક પાર કરવું ખૂબ જ જરૂરી છે. |
આ વાતને ધ્યાનમાં રાખી મુદ્રામાં, ડૉ. રાકેશ ચતુર્વેદીએ APSEZ – અદાણી પોર્ટ & SEZ લિમિટેડના ફાયર સ્ટેશન ટ્રેનિંગ ગ્રાઉન્ડ ખાતે આર્ટ સિમ્યુલેટર આધારિત ક્ષમતાઓને શોધી તેને ક્યુરેટ કરી અને ડિઝાઇનને વિકસિત કરી છે.
ડૉ.રાકેશ ચતુર્વેદી, હાલમાં APSEZમાં, અગ્નિશામક સેવાના એસોસિએટ જનરલ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે “અનેક કંપનીઓ સાથે કામમાં 25 વર્ષો દરમિયાન અનેકવાર ભયાનક આગનો સામનો કર્યા પછી, હું આ વાત સારી રીતે સમજું છું કે આ ઘટનાઓ તમારા આરોગ્યને કેવી રીતે અસર કરી શકે છે? મને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે. એપ્રિલ 2016 ની આસપાસ, મેં આ ફેરફારો પર કામ કરવાનું શરૂ કર્યું, જેથી કટોકટી સમયે અગ્નિશામક કર્મચારીઓ આ વાતને હેન્ડલ કરવા માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત બની શકે. આ સિમ્યુલેટર વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક અગ્નિશામકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ચકાસવામાં મદદરૂપ થાય છે.”
ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું કે, “અદાણી ગ્રુપ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે – પોર્ટ્સ, પાવર ડિસ્ટ્રિબ્યુશનથી લઈને એરપોર્ટ સુધી. આવી સ્થિતિમાં આગ લાગવા જેવી કટોકટી ક્યારેય પણ કોઇ પણ જગ્યાએ આવી શકે છે. જેને જોતા અમારી ટીમને શારીરિક અને માનસિક રીતે ફિટ રહે તે જરૂરી છે.”
તાલીમ
તાલીમને ચાર ઝોનમાં મેડિટેશન ઝોન, શારીરિક તંદુરસ્તી ઝોન, સિમ્યુલેટર આધારિત વ્યાવસાયિક ફિટનેસ ઝોન અને સિમ્યુલેટર આધારિત જીવંત અગ્નિશામક સંબંધિત પોર્ટ ફાયર રિસ્ક ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. શારીરિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે, 10 સિમ્યુલેટર તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં પ્રત્યક્ષ અનુભવ મળી શકે તે માટે મોક ડ્રીલના ભાગ રૂપ, 10 ફૂટની ઇમારત પર લાગેલી આગ કેમ કાબુમાં લેવી? વેન્ટિલેશન માટે દિવાલ કેવી રીતે તોડવી? મર્યાદિત જગ્યાએ બચાવ કામગીરી, અકસ્માત બચાવની જેવી તાલીમ અહીં આપાય છે. મોક ડ્રીલ દ્વારા તેમને આ બધી વાતો શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નવા અને ઓન-બોર્ડ અગ્નિશામકો માટે આ 10 ફિટનેસ સિમ્યુલેટર પરીક્ષણો પાસ કરવા જરૂરી છે. જેને “લિટમસ” ટેસ્ટ કહેવાય છે, જે તેમની ફિટનેસ બતાવે છે.
વધુમાં અહીં ફાયરફાઇટરો માટે આઉટડોર જીમ અને મેડિટેશન ઝોન પણ બનાવવામાં આવ્યા છે. બંદરો, ઓન-રોડ અકસ્માતો અને એરપોર્ટ્સ પર થઇ શકતા સંભવિત અકસ્માતો માટે પણ તેમને તાલીમ આપવામાં આવે છે. ધણીવાર તેવું પણ બને છે કે આગ કોઇ જોખમી રસાયણો, જ્વલનશીલ પ્રવાહી દ્વારા લાગી હોય કે પછી જહાજ- વિમાન કે માર્ગ અકસ્માતમાં આવું બને તો તે માટે પણ તેમને અહીં તાલીમ આપવા આવે છે. અહીં એક પ્રોટોટાઈપ એરક્રાફ્ટ, નાનું જહાજ અને સ્ટોરેજ ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ તાલીમનો લક્ષ છે કે આવી ઘટનામાં ફાયર ફાઇટર, કુશળતાપૂર્વક અને ઓછી કે શૂન્ય ઇજાઓ સાથે પોતાને અને અન્ય લોકોને આગમાંથી સલામત રીતે બહાર નીકાળી શકે. નોંધનીય છે કે, આ તાલીમો થકી ટીમ વિકટ પરિસ્થિતિઓમાં ફસાયેલા અનેક કામદારોના જીવ બચાવવામાં મદદ કરી છે.
પડકારો
ચતુર્વેદીએ કહે છે, “આ સિમ્યુલેટરને કોસ્ટ ઇફેક્ટીવ બનાવવા તે સૌથી પહેલો અને મોટો પડકાર છે. તેનો પ્રારંભિક ખર્ચ પણ વધુ હોય છે. વળી, અદાણી જૂથ પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તાલીમ હેતુઓ માટે આવા સિમ્યુલેટર લાવવા જરૂરી બની જાય છે. શરૂઆતમાં, અમે સિમ્યુલેટર બનાવ્યા જે વ્યવસાયના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ હતા અને હવે અમારી પાસે લગભગ 28 સિમ્યુલેટર છે. સાધનસામગ્રીની વાત કરીએ તો, મેં એવા ઉપકરણોનો ઉપયોગ કર્યો જે સારી સ્થિતિમાં હતા પરંતુ બિનઉપયોગી પડ્યા હતા. મેં, પોર્ટ પરના કેટલાક એન્જિનિયરો સાથે મળીને આ સિમ્યુલેટર્સને જટિલ કામગીરી માટે તાલીમ આપવા માટે તેને વધુ વિકસિત કર્યા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય ધોરણોને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે પાછળ અમારો હેતુ ઓછા ખર્ચે ઉચ્ચ તાલીમ આપવાનો હતો. સાથે જ તાલીમ શરૂ કરતા પહેલા સિમ્યુલેટરની વિશ્વસનીયતા, સ્થિરતા અને પરિણામનું પરીક્ષણ પણ કરવામાં આવે છે. અને ટીમના પ્રતિસાદ મુજબ, મશીનોમાં ફેરફાર કરી તેને ફરી વિકાસવવામાં પણ આવે છે.”
ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ
તાજેતરમાં, ડૉ. રાકેશ ચતુર્વેદીનું નામ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ, 2022 માં નોંધવામાં આવ્યું છે. જેમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે. રેકોર્ડ્સમાં પોતાનું નામ આવ્યા મામલે પ્રતિક્રિયા આપતા ડૉ. રાકેશે કહ્યું કે |
“ચોક્કસપણે, આવા સન્માન આવકારદાયક અને પ્રોત્સાહન આપતા હોય છે. છેલ્લા બે વર્ષમાં, અમને સ્કિલ ઈન્ડિયા પહેલ હેઠળ ફાયર ફાઈટર લેવલ-05 MSPC (મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ કાઉન્સિલ)નું પ્રમાણપત્ર મળ્યું છે. અદાણી મેનેજમેન્ટના સમર્થનથી, અમે અનેક અગ્નિશામકોને આ તાલીમ આપી છે. વધુમાં, આ કામને વધુ સારી રીતે કરવા માટે અમે આવનારા સમયમાં, અમારા પ્રયાસો ચાલું રાખીશું.”
#ADANIPORTS #MUNDRAPORTS
Leave a Reply