કાશ્મીરને લઈને કાર કંપની હુન્ડાઈ પાકિસ્તાનના બિન સત્તાવાર ટ્વિટર હેન્ડર પર મુકાયેલી પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ ભારતના લોકોએ કંપની પર ભારે માછલા ધોયા હતા.
ટ્વિટર પર બોયકોટ હુન્ડાઈનો ટ્રેન્ડ શરુ થયો હતો અને કંપનીના કાર વેચાણ પર અસર પડવા માંડે તેવી નોબત આવી ગઈ હતી.હવે ભારતની જનતાનો મૂડ પારખીને કંપનીએ માફી માંગી છે.
હુન્ડાઈએ કહ્યુ છે કે, સાંપ્રદાયિક કે રાજકીય મુદ્દા પર ટિપ્પણી કરવાની કંપનીની બિઝનેસ પોલિસી નથી.પાકિસ્તાનના એક હુન્ડાઈ ડ્રિસ્ટ્રિબ્યુટરે કાશ્મીર સાથે જોડાયેલી પોસ્ટ કરી હતી અને્ જ્યારે આ મુદ્દો અમારી સામે આવ્યો હતો અને અમે કાશ્મીર સાથે જોડાયેલી પોસ્ટ હટાલી લેવાય તે સુનિશ્ચિત કર્યુ છે.ભવિષ્યમાં પણ આવી પોસ્ટ ફરી ના મુકાય તે માટે કાર્વાહી કરાઈ છે.
કંપનીએ કહ્યુ છે કે, જે ડિસ્ટ્રિબ્યુટરે પોસ્ટ મુકી છે તેમની સાથે અમારી કંપની જોડાયેલી નથી.અમે ડિસ્ટ્રિબ્યુટરની હરકતની નિંદા કરીએ છે.હુન્ડાઈ કંપની વર્ષોથી ભારતમાં રોકાણ કરી રહી છે.અમે ભારતના લોકો માટે પ્રતિબધ્ધ છે.જો ભારતના લોકોની લાગણીને બિનસત્તાવાર રીતે કરાયેલી પોસ્ટના કારણે ઠેસ પહોંચી હોય તો અમે તેના માટે ખેદ વ્યક્ત કરીએ છે.
આ પહેલા હુન્ડાઈ કંપનીએ જે સ્પષ્ટીકરણ આપ્યુ હતુ તેનાથી લોકોને સંતોષ થયો નહોતો અને કંપની સામે બમણો રોષ ભભૂકયો હતો.
Leave a Reply