દક્ષિણ એશિયા જીઆરઆઇ ચાર્ટરના સભ્યનો સૌથી પ્રથમ દરજ્જો પ્રાપ્ત  કરનારી ભારતની અદાણી ગ્રીન એનર્જી બની

– અદાણી ગ્રીન એનર્જી લિ.ના સમગ્ર પોર્ટફોલિયોમાં સરેરાશ ટેરિફ રાષ્ટ્રીય એપીસીસી કરતાં ઓછી હશે

– માર્ચ ૨૦૨૧  સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ ૧૪.૬૪ મિલીઅન tCO2 વિસ્થાપિત કર્યો

– ખર્ચ ઘટાડવા માટે IoT, મશીન લર્નિંગ અને નૂતન અભિગમ સાથે સાધનોનો ડિજિટલ હસ્તક્ષેપ

વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા વિકાસકાર અને વૈવિધ્યસભર અદાણી સમૂહનો રિન્યુએબલ ઉર્જાનો અંગ એવી અદાણી ગ્રીનએનર્જી લિ.ને જીઆરઆઈ સાઉથ એશિયા ચાર્ટર ઓન સસ્ટેનેબિલિટી ઈમ્પેરેટિવ્સના સભ્ય બનવા માટેની સન્માનજનક મંજૂરી મળી છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.એ એપ્રિલ 2021 માં સાઉથ એશિયા ગ્લોબલ રીપોર્ટીંગ ઇનિશિએટીવ (GRI) ચાર્ટર પર હસ્તાક્ષર કરવા માટે મળેલા GRI ના આમંત્રણના જવાબમાં આ જોડાણ શરૂ કર્યું હતું. કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા કંપનીએ હવે સ્પષ્ટ રીતે ઓળખાતા UN ટકાઉ વિકાસના લક્ષ્યો (SDG) સાથે એક ઘોષણા સુપ્રત કરી છે જ્યાં તે આગામી વર્ષોમાં અસર કરી શકે છે. આ ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે અદાણી ગ્રીન એનર્જી લિ..(AGEL) ની ટકાઉ વ્યૂહરચના સાથે સંલગ્ન છે અને તેની માપી શકાય તેવી અસર દર્શાવે છે.

GRI ચાર્ટરમાં દસ્તખત કરનાર સંસ્થાઓ ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવા સંમત થઇ છે: જેમાં

  • અનુપાલન: જ્યાં તેઓનું કાર્યક્ષેત્ર છે ત્યાં લાગું પડતા તમામ રાષ્ટ્રીય અને પેટા-રાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું પાલન કરશે.
  • નૈતિકતા અને શાસન: સર્વોચ્ચ નૈતિક ધોરણો અને પ્રામાણિકતા સાથે કાર્ય કરવું, નિર્ણયો લેવા અને સદ્ભાવનાથી કામગીરીઓનો અમલ કરવો.
  • પારદર્શિતા અને જાહેરાત: આર્થિક, પર્યાવરણીય અને સામાજિક પરિમાણો પર તેમની કામગીરી જાહેર કરવી.નો  સમાવેશ થાય છે.

“અદાણી ગ્રીન એનર્જી લિ. ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી  વિનીત એસ જૈને જણાવ્યું હતું કે કંપની તેના ટકાઉપણાના પ્રદર્શનને વધારવા અને આંતરિક ડેટા મેનેજમેન્ટ અને રિપોર્ટિંગ સિસ્ટમને તાકાતવર બનાવતી વેળાએ એક અસરકારક કોર્પોરેટ નાગરિક તરીકે વિશ્વસનીયતા બનાવવા માટે સંકલ્પબધ્ધ છે,”  “ વ્યવસાયમાં ટકાઉપણું તમામ સ્તરે એકીકૃત છે અને પ્રોજેક્ટ વર્તુળના પ્રત્યેક તબક્કે સ્પષ્ટ છે.અણિશુધ્ધ રિન્યુએબલ એનર્જી કંપની હોવાના કારણે અમારા વ્યવસાયના ધ્યેયો જલવાયુ પરિવર્તનની ચિંતાઓ અને તેની અસરોને ઘટાડવાના વૈશ્વિક પ્રયાસો સાથે સુસંગત છે. ગ્રીન બિઝનેસના સ્પષ્ટ ફાયદાઓથી આગળ વધીને અમે આ બાબતમાં જવાબદાર કોર્પોરેટ સંસ્થા બનાવવા માટે ઘણી પહેલ કરી છે.”

GRI સાઉથ એશિયાના ડિરેક્ટર અદિતિ હલદરે જણાવ્યું હતું કે: “GRI સાઉથ એશિયા ચાર્ટર સંસ્થાઓને તેના ટકાઉ વિકાસના સમર્થનમાં તેમની વ્યસ્તતા વધારવા માટે પ્રતિબદ્ધ કરે છે, જે એક જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. તેમણે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે AGEL ચાર્ટરના ઉદ્દેશ્યો માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારત અને વિશાળ ક્ષેત્રની અન્ય સંસ્થાઓને તેઓની સાથે જોડાવવા અને તમામ માટે ટકાઉ ભવિષ્યના સમર્થનમાં સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરવાની ખાતરી આપી હતી.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ(SDG) ની સમજ જે માટે AGEL અસર કરવા માટે સજ્જ છે

SDG 7 જે આવશ્યકપણે ભરોસાપાત્ર અને ટકાઉ હોય તે તમામ માટે સસ્તી આધુનિક અને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરે છે. SDG 7 હાંસલ કરવા માટે સમગ્ર પોર્ટફોલિયોમાં સરેરાશ ટેરિફ રાષ્ટ્રીય APPC કરતાં ઓછી હશે. ટેક્નોલોજીમાં સુધારો તથા IoTનો ઉપયોગ કરીને સંસાધનોના મહત્તમ ઉપયોગ અને મશીન લર્નિંગ સંબંધિત ડિજિટલ હસ્તક્ષેપ દ્વારા ખર્ચમાં ઘટાડો હાંસલ કરવામાં આવશે.

SDG 9 વધુ રોકાણ માંગે છે જે સરેરાશ ટેરિફને રાષ્ટ્રીય સ્તરથી નીચે રાખીને રિન્યુએબલની ક્ષમતા વધારવાના મહત્વાકાંક્ષી ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ માળખાના નિર્માણ, સમાવિષ્ટ અને ટકાઉ ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા અને અવનવા અભિગમને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કરે છે. વધુમાં IoT, મશીન લર્નિંગ અને સંશોધનો જેવા ઘણા ડિજિટલ હસ્તક્ષેપો અમલવારી હેઠળ છે. ભવિષ્યના રિમોટ સંચાલન માટે સુધારેલ કાર્યક્ષમતા, મહત્તમ સાધન અને ઊર્જા કાર્યક્ષમતાની એક હાથવગી તૈયાર ચાવી તરીકે માનવામાં આવે છે, જે ખર્ચમાં ઘટાડા તરફ દોરી જવા સાથે ટેરિફને સ્પર્ધાત્મક રાખે છે.

SDG 13 જલવાયુ પરિવર્તન અને તેની અસરો સામે લડવા માટે તાત્કાલિક પગલાં લેવા કંપનીઓને પ્રોત્સાહિત કરે છે. AGEL એ 2030 સુધીમાં 45 GW રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન ક્ષમતાનું સંચાલન કરવાનો લક્ષ્‍યાંક જાહેર કર્યો છે. AGEL એ આ લક્ષ્યને પહોંચી વળવા માટે તેની કામગીરી અને કેપેક્સ યોજનાઓને સંકલિત કરી છે. આ પગલાં દ્વારા, કંપની જલવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો  ઘટાડવા અને વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યોમાં યોગદાન આપવા માટે સંકલ્પબધ્ધ છે. આ લક્ષ્ય તરફની અમારી સફરમાં અમે માર્ચ 2021 સુધીમાં 14.64 મિલિયન tCO2 વિસ્થાપિત કર્યો છે.

સસ્ટેનેબિલિટી ઈમ્પેરેટિવ્સ પરત્વેનું સાઉથ એશિયા ચાર્ટર  – એ જીઆરઆઈ સાઉથ એશિયા હબ દ્વારા એક અનોખી રચના છે. તે વેપાર અને તેના હિસ્સેદારો માટે નિર્ણય કરવા અને પગલાં લેવા માટેની  એક સ્પષ્ટ અપીલ છે. તે પારદર્શિતા અને ઘોષણાના માળખા સાથે સંલગ્ન છે અને GRI ધોરણોમાં સમાવિષ્ટ છે, અને તે જલવાયુ પરિવર્તનને સુધારવા

માટે એક સારો માર્ગ પૂરો પાડે છે. કોવિડ-19માંથી ફરી બેઠા થવાના સંદર્ભને જોતાં કોઈને પાછળ ન છોડવાના મૂળ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને SDGs પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વધુ સારી રીતે નિર્માણ કરવાના આહવાનને પ્રતિસાદ આપવો જરૂરી છે.

વર્તમાન દાયકાના અંત સુધીમાં યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સાકાર કરવામાં મદદ કરતી ટકાઉપણાલક્ષી આવશ્યકતાઓને અમલમાં મૂકવા માટે ચાર્ટર એક મહત્વપૂર્ણ ઉત્તેજના તરીકે કામ કરે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત 20.3 GW3નો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પક્ષોને સેવા પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેઇનના ધોરણે વિકસાવે છે. AGEL ના મહત્વના ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં લીસ્ટ કરાયેલી AGEL હાલમાં USD 28 બિલીઅનની માર્કેટ કેપિટલ ધરાવે છે અને પર્યાવરણલક્ષી ધ્યેય હાંસલ કરવામાં ભારતને સહાય કરે છે. અમેરિકા સ્થિત થિન્ક ટેંક મર્કોમ કેપિટલે તાજેતરમાં અદાણી ગ્રુપને #1 ગ્લોબલ સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેની રેન્ક આપી છે. ગ્લોબલ રિપોર્ટિંગ ઇનિશિયેટિવ (જીઆરઆઈ) એ સ્વતંત્ર, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વ્યવસાયો અને અન્ય સંસ્થાઓને તેમની અસરોની જાણ કરવા માટે વૈશ્વિક સામાન્ય ભાષા પુરી પાડીને  જવાબદારી ઉઠાવવામાં મદદ કરે છે. GRIના ધોરણો બહુવિધ હિસ્સેદાર પ્રક્રિયા દ્વારા વિકસાવવામાં આવે છે અને વિનામૂલ્યે જાહેર હિત તરીકે પુરી પાડવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: