– સમર શિડયુલ હેઠળ માર્ચના અંતથી મળશે લાભ
– હાલમાં સપ્તાહમાં 4 જ દિવસ મુંબઈની ફલાઇટ
જિલ્લામથક ભુજના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ વચ્ચે નિયમિત હવાઈસેવા પણ મળતી નથી અને આ મુદ્દે વારંવાર રજૂઆતો પણ થઈ છે ત્યારે છેવટે ભુજને ત્રણ શહેરોને સાંકળતી હવાઈસેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ માટે ખાનગી એરલાઇન્સ પેઢીઓએ રસ દાખવતા સમર શિડયુલ હેઠળ માર્ચના અંતથી નવી વિમાની સેવાનો ભુજને લાભ મળશે.
હાલ ભુજ એરપોર્ટ પરથી માત્ર એર ઈન્ડીયાની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરે છે. આ સેવામાં પણ કંપની દ્વારા 78 સીટ ધરાવતા એટીઆર વિમાનની ફાળવણી કરવામાં આવી છે.
જ્યારે કંડલા એરપોર્ટ પર મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં માટે અનેક ફ્લાઇટ કાર્યરત છે ત્યારે ભુજ એરપોર્ટ પરથી અમદાવાદ,દિલ્હી અને મુંબઈ સુધીની હવાઈ સેવા શરૂ થાય તે માટે તાજેતરમાં ખાનગી એરલાઇન્સ દ્વારા સર્વે કરી તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને હવે સમર શિડયુલ હેઠળ આ ત્રણેય ફલાઇટ ઓપરેટ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરોને કંડલાનો ફેરો બચશે.
Leave a Reply