– ભારતના તટવર્તી ક્ષેત્રોમાં વિનાશકારી પૂરનું જોખમ, નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
વૈજ્ઞાનિકો જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ પર થનારી અસરને લઈ ઘણાં વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં પર્યાવરણ સંબંધીત અનેક જોખમો જોવા મળી શકે છે. આ બધા વચ્ચે એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતના સમુદ્રી તટો બંગાળની ખાડી, સાઉથ ચાઈના સી અને સાઉથ ઈન્ડિયન ઓસિયન સીમાં કેટલીક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી શકે છે.
આ નવા અભ્યાસ પ્રમાણે સમુદ્રી તટોને અડીને આવેલા શહેરો અને તેની આસપાસ રહેતા લોકો માટે ચિંતાઓ વધી શકે છે કારણ કે, આ ક્ષેત્રોમાં પહેલેથી જ વિનાશકારી પૂરનું જોખમ રહેલું છે. સમુદ્રની લહેરોની વધી ગયેલી ગતિવિધિઓના કારણે પૂરનું જોખમ વધી શકે છે. આ સાથે જ તે તટરેખા વિન્યાસને પણ પ્રભાવિત કરી શકે છે જેથી માળખાગત ઢાંચાઓને નુકસાન પહોંચી શકે છે. તેમાં ભૂમિગત જળમાં ખારા પાણીની ઘૂસપેઠ, પાકનો વિનાશ તથા સામાજીક અને આર્થિક પરિણામોની એક શૃંખલા સાથે માનવ આબાદી પ્રભાવિત થઈ શકે છે.
જર્નલ ‘ક્લાયમેટ ડાયનેમિક્સ’ સ્પ્રિંગરમાં પબ્લિશ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, તેજ પવનની લહેરો ભારતના પૂર્વીય અને પશ્ચિમી તટના તટીય ક્ષેત્રો અને હિંદ મહાસાગરની સીમાને અડીને આવેલા દેશોને પ્રભાવિત કરશે જેનો તટીય પૂર અને તટરેખા પરિવર્તન પર પ્રભાવ પડશે.
આ અભ્યાસ પ્રમાણે દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં જૂન-જુલાઈ-ઓગષ્ટ તથા સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન મહત્તમ તેજ હવા અને લહેરોની ગતિવિધિઓ જોવા મળશે. બંગાળની મધ્ય ખાડીના ક્ષેત્રોમાં અંત-શતાબ્દીના અનુમાનોથી ઉચ્ચ હવાઓનો સામનો કરવો પડશે. લહેરો દક્ષિણ હિંદ મહાસાગર ઉપર આશરે 1 મીટર તથા ઉત્તર હિંદ મહાસાગર, ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, બંગાળની ઉત્તર-પૂર્વી ખાડી અને દક્ષિણ ચીન સાગરના ક્ષેત્રોમાં 0.4 મીટર તેજ હશે. વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં તેજ લહેરોના અનુમાનો અને હવાની ગતિ, સમુદ્રના સ્તરનું દબાણ અને સમુદ્રની સપાટીના તાપમાન સાથે તેમના સંબંધોની વિસ્તૃત તપાસ કરી. આ રિસર્ચમાં બે અલગ-અલગ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પરિદૃશ્યોને ધ્યાનમાં રાખવામાં આવ્યા. આ પ્રોજેક્ટને ઈન્ટરગવર્નમેંટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી) દ્વારા આરસીપી 4.5 અને આરસીપી 8.5 કહેવામાં આવે છે.
Leave a Reply