દેશમાં કોરોનાના નવા ૧.૬૧લાખ કેસો વધુ ૧૭૩૩ લોકોનાં મોત

– ૫૭ દેશોમાં ઓમિક્રોન સબ ર્વરિઅન્ટ કેસો જોવા મળ્યા

– ૧૫ થી ૧૮ વય જૂથના કિશોરોને વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી આપવા કેન્દ્રે રાજ્યોને પત્ર લખ્યો

કોરોનાના નવા ૧,૬૧,૩૮૬ કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીના કોરોના કેસોની સંખ્યા વધીને ૪.૧૬ કરોડથી વધી ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી વધુ ૧૭૩૩ લોકોનાં મોત થયા છે. આ  સાથે જ કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૪,૯૭,૯૭૫ થઇ ગયો છં.

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧,૨૧,૪૫૬ ઘટીને ૧૬,૨૧,૬૦૩ થઇ ગઇ છે. દૈનિક પોઝિટીવ રેટ ૯.૨૬ ટકા અને સાપ્તાહિક પોેઝિટીવ રેટ ૧૪.૧૫ ટકા રહ્યો છે. 

આ દરમિયાન દેશમાં કોરોનાના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૬૭.૨૯ કરોડને પાર થઇ ગઇ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધી ૫૭ દેશોમાં કોરોનાના ઓમિક્રોન સબ વેરિઅન્ટના કેસો સપાટી પર આવ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૬૦ ટકા વસ્તીને કોવિડ ૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જો કે આ વય જૂથમાં વેક્સિનેશન પ્રક્રિયાની ગતિ ધીમી પડતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખી કિશોરોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં ઝડપ કરવા જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને ૩ જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૃઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: